Archive for ઓગસ્ટ, 2009

માધો, મન માને તબ આજ્યો..!

ઓગસ્ટ 31, 2009

પ્રિય હરિ,
કેમ છો? મઝામા હશો અને હર હંમેશ રહો એવી મારા દિલની દુઆ.હરિ ઘણા દિવસથી તમારા પત્રની રાહ જોઈ પણ તમારો કોઈ પ્રત્યુતરના આવ્યો.મને લાગ્યુ જ કે તમે વ્યસ્ત હશો.હરિ આજકાલ નો માહોલ જ હેરાન કરનારો બની રહ્યો છે.હમણા તો ગણપતિ બાપા બરાબર હેરાન થઈ રહયા છે.હા,બિચારા બધી જગાએ આરતી નો શીડયુલ સાચવી નથી શકતા..અમારા બાળકોની આરતીનો ટાઈમ સાચવી લેતા હોય છે.હરિ આજકાલ થોડી મુંઝવણ થાય છે.મને તમારી ચિંતા થાય છે.પાછલા દિવસોમાં તમે ધારણ કરેલું મૌન મને અકળાવે છે.

હરિ ચાતક,મોર,કોયલ, ઝાડ, ઘાસ,ધરતી આ બધાને તમારાથી કોઇ ફરિયાદ નથી.તમે પહેલા વરસ્યા પછી તમે ન આવી શક્યા તો અમને કંઈ વાંધો પણ નથી.અમે સમજી શકીએ છીએ કે તમે કેમ મુંઝાયેલા છો?,કેમ તમે મૌન ધારણ કર્યુ છે? તમને ચિંતા છે કે પ્રગતિના પંથે આગળ વધતી માનવજાત ક્યાંક હાથે કરીને હૈયે ના વગાડે તો સારુ.પણ હરિ એમા તમે શુ કરી શકો? ખબર છે હરિ મરજી મુજબ વર્તવાની સજા કેટલી મળતી હોય છે.હવે તમારાથી શુ છાનું છે? પણ હરિ સાચુ કહુ તો તમને ગમે છે એટલે હુ સાવ ગાંડાની જેમ{આ સમાજની દ્રષ્ટિએ ગાંડાની જેમ,કારણકે હુ એના નિયમો નથી પાળતો એટલે}જીવું છુ.
એક વાત કહો,મંદિરમા જાવ અને ત્યા હનુમાનદાદા વજનદાર પહાડ લઈને ઉભા ઉભા દર્શન આપે તો શું એમને થાક નહિ લાગતો હોય? ત્યારે જો એમ કહેવાનું મન થાય કે દાદા આ વજન ઉતારી બે ઘડી આરામ કરો ને ! ,અરે બે ઘડી ગણપતિબાપા સાથે ગમ્મ્ત પણ નહિ થાય ? ગળામાં હળહળતું ઝેર લઈને પીડા ભોગવતા શંકર ભગવાનને રાહત આપવાને બદલે માણસ ધતુરો ચઢાવી વધારે પીડા આપે છે.તો શું પાર્વતી માતાને દુઃખ નહિ થતું હોય? અરે લાખો લોકોને દર્શન આપવા સાંઇ બાબા એ તો રામનવમી ના દિવસે દિવસરાત ઉજાગરા કરવા પડે છે. અધુરામા પુરુ એક ખબર વાંચી કે કોઈ મંદિરમાં તો ૨૫ વર્ષથી અખંડ ધુન ચાલે છે.બાપ રે તે ભગવાનની શું હાલત હશે? જવા દો.

હરિ એક સારા સમાચાર આપવાના,મારી પસંદગી આકાશવાણીમાં થઈ ગઈ છે.અને હવે હું ગુજરાત સરકારના પ્રોજેકટમાં કોમ્યુનિકેશન ના ટ્રેનર તરીકે પણ યોગ્યતા મેળવી લીધી છે.અરે હા હરિ તમને ખબર તો હશે જ મારા પ્રિય અને પરમ મિત્ર ઉર્મિલાબેન અમેરિકાથી પાછા આવી ગયા છે.બાકી ખબર તો એવી કંઈ ખાસ નથી..હમણાં ‘કમીને’ જોઈ.મસ્ત મુવી છે..તમે પણ જો જો.કંઈ શીખવા માટે નહિ..! પણ એ જોવા માટે કે તમારી એક રચના એ કેવી મસ્ત રચના કરી છે.વિશાલ ભારદ્વાજને તેના બે ચાર સારા કામ કરવામા મદદ કરજો..!અને બે ચાર ભુલો માફ કરજો.

હરિ તમારા માટે અને તમારી વ્યસ્તતા માટે જો મારે કંઈ કહેવાનું હોય તો બસ એટલુ જ

કે,

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

હરિ પત્રની રાહ જોઈશ..!

આવજો..!
-મીત

Advertisements

ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !કારણ વાંચો..!

ઓગસ્ટ 20, 2009

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

-જયન્ત પાઠક.

કેવી વિચિત્રતા દર્શાવી છે કવિએ મળીએ તોયે અધુરા રહી જવાય.

માણસ નથી આ પાર કે નથી તે પાર થઈ શક્તો,
બસ આ અપાર વેદના લઈને એ નથી જીવી શક્તો..

કેટલો ગુસ્સો આવે ને..? જ્યારે કોઇ આપણને ના સમજતું હોય.જેને તમે ભરપેટ ચાહતા હોવ,જેના માટે તમે જીવતા હોવ,અને એ જ તમારી બધી વાતો ને ઢોંગ કહી બિરદાવે..ત્યારે થાય શુ કરીએ? જીવતર સાવ નકામું લાગવા માંડે.

આ કવિતા એવા લોકો માટૅ તમાચો છે,જેઓ પોતાને કંઈક વધારે હોશિંયાર સમજે છે..કોઈના ભોળપણને પણ પોતાની સમજુ નજરથી જુએ છે..ખબર નહિ કેમ ? પણ દુનિયાને બસ એક ડીટેક્ટીવની જેમ જોવાની બધાને આદત પડી છે. તમને કોઈ પર શંકા છે,કોઇની વાતો પર ભરોસો નથી તો શુ કામ એ વ્યકિત સાથે સંબંધ સાચવો છો.એ વ્યકિત સાથે સંબંધ સાચવો છો મતલબ કે તમારો પોતાનો કોઈ સ્વાર્થ છે તો જ ને? ખબર નહિ..!પણ એક વાત સાચી છે કે,આપણી સાથે સ્વાર્થી વ્યવહાર એક જ વ્યક્તિ કરે છે અને એની સજા આપણે સ્વાર્થી બની આખા સમાજને આપીએ છીએ એ કહેતા કે,”બધા જ સ્વાર્થના સગા હોય છે.!”વાહ..! અને આ જ સમાજની  કહેવત તો જુઓ ,”સત્ય હંમેશા કડવું હોય છે..” કેમ? તમને ના ગમ્યુ તો એ કડવું? કેવા સ્વાર્થી છો? સત્યની વ્યાખ્યા પણ તમારા સ્વાર્થને અનુરુપ કરો છો? માણસ તરીકે સાવ આવુ? બધું જ સગવડિયું..? પછી ક્યાંથી શક્ય બને કોઈમાં ભળવાનું..? પહેલા કોઈને મળવાનું તો શક્ય બનાવો..!

મારા હસમુખા સ્વભાવને અને મારા મિત્ર મૌલિકની માંજરી આંખોને,અને મારા એક અંગત મિત્રને આવા જ ડીટેકટિવ લોકોની નજર કયારેક ક્યારેક લાગે છે.

શ્રી સુરેશ જાની ખુબ સરસ લખે છે..
માણસને બે ચીજનું આકર્ષણ – એક જિંદગીની રાહ શોધવાનું , ત્રિભેટે મૂંઝાવાનું અને પછી ભટક્યા કરવાનું – અને બીજું આનંદના, આશાના, સ્વપ્નોના ઝરણાં શોધવાનું.
રસ્તાઓ તો ભેગા થાય અને પાછા જૂદા થઇ જાય. ઝરણાં તો એક મેકમાં મળી જાય અને રૂમઝુમતી નદી બની જાય.
માણસને ના રસ્તો મળ્યો કે ના ઝરણું – એટલે બીચારો ત્રિશંકુની જેમ લટકતો જ રહ્યો.

કોઇ હસતુ હોય તો એને બંધ કરાવનારાઓ લખલુંટ છે..
પણ કોઇ છુપુ,છુપુ રોતુ હોય અને એની આંખોની જુબાની સાંભળીને એને હસાવનારા કેટલા?

છે જવાબ..?
મહેરબાની કરી તમે ડીટેકટિવ બની કોઈનું ભોળપણ,કોઇની દિલથી લાગણી અભિવ્યકત કરવાની નિખાલસતા ના છીનવી લેતા..

આવા ડીટેકટિવ લોકો વડે જે વારંવાર લુંટાયો છે તેવા મીતની વાત માનશો ને?
-મીત

ભગવાનનો ફેક્સ

ઓગસ્ટ 12, 2009

ભગવાનનો ફેક્સ ભગવાનનો ફેક્સ આવ્યો..ખુબ સારુ લખ્યુ છે.લખે છે….

“વ્હાલા મીત્,

                          કેમ લા? કેમ નુ ચાલે છે? બધુ બરાબર છે ને? મને ખબર છે તુ ખુબ જ વ્યસ્ત છે,અને મને મળવા પણ માંગે છે.પણ ભઈલા એક વાત કહેવા માંગુ છુ.કે હમણા હું મંદીમા પડેલી ઘોંચ ને સોલ્વ કરુ છુ.મારા બેટા પહેલા બધા જલસા કરે ને પછી લુંટાય ગયાની બુમો પાડે!ઍટ્લે હમણા ખુબ બિઝી છુ.પણ ફેક્સ કરવાનુ કારણ એ હતુ કે જે વિચારો ને કારણે હુ તને માનુ છુ અને ચાહું છુ એ તારા વિચારોને ટકાવી રાખજે.કારણ કે આવા જ સમયે લોકો તમારા વિચારોને ફોલી ખાતા હોય છે,અને જો તારા વિચારો મા જરાપણ ફેરબદલ કર્યો તો જોઇ લેજે.સાલું તને સાચવી સાચવીને મે મારા ઘણા નિયમો તોડ્યા છે.પણ શુ કરુ તું મારુ કામ કરે છે તો તારી વાત તો માનવી જ પડે ને અને તને ના સાચવુ તો શું કરુ..તારી યાદ એટલા માટે પણ આવી કે તને ખબર છે કે દુનિયા કેવી છે? તને જ ખબર છે કે હું કોની પ્રાર્થના સાંભળતો હોવ છુ.તુ જે સંસ્થામા કામ કરે છે ત્યાં રોજ આવુ છુ.કારણ તને ખબર છે કે એ અંધ બાળકો જ મને ખરા દિલથી યાદ કરતા હોય છે.ઍમની એકે એક માંગણી પુરી કરવાનુ મન થાય.એમની પ્રાર્થના મા જે નિર્દોષતા હોય છે જે બુલંદ અવાજ હોય છે એવુ બીજે કયાંય જોવા નથી મળતી.આથી જ તને અહિ મોક્લ્યો છે.આ બધા માટે તારા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર.

બાકી કોઇકે લખ્યુ છે ને…

“બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,

ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે”

હવે તું જ કહે મારે શુ કરવુ? અને તું હવે પ્રાર્થનામાં પણ ક્યાં આવે છે? જો મીત મને તારા પર શ્રધ્ધા છે કે તુ મારા કામ પુરા પાડીશ.બસ તારી અંદરની મૃદૃતાને આમ જ જીવંત રાખજે.તું જેમ કોઇને અપમાનિત નથી કરતો તે મને ગમે છે.બસ આવી અહિંસા જાળવી રાખજે.. બોલ બીજુ શુ ચાલે છે? જો ગઈકાલે એક કળી ખાસ તારા માટે ખીલવી હતી..પણ તને મેસેજ ના કરી શક્યો.સોરી બકા..બેલેન્સ નહોતું. મંદીમા બધાના સેટીંગ કરવામા બેલેન્સ પુરુ થઈ ગયું.જો બીજી એક વાત ધ્યાનમા રાખજે.તારા માટે ઘણા કામ નક્કી કર્યા છે.તને મોક્ળાશ હશે ત્યારે જણાવીશ.

                 અરે સાંભળ અહિં તો બધુ મેનેજ થાય છે.તારુ મેનેજમેન્ટ સાચવજે.અને હા તારા માટે એક ગુડન્યુઝ છે.જે તારુ જીવન બદ્લી નાંખશે.અને તારુ જે ધ્યેય છે ત્યાં પંહોચાડશે.એક અંદરની વાત કહુ પેલા ગાંધીજી હતા તેમની ફરી જરુર પડશે.અને તેમની જરુર બધાને વર્તાય છે.તુ મીની ગાંધી બની જા તો પણ તારી નૈયા પાર થઈ જશે.

હાલ પુરતા તો હરિભાઈ ના જય હો….( મે પણ જોઇ છે..)

“જેવા સાથે તેવા”

ઓગસ્ટ 12, 2009

કેમ છો?
માણસ નામે જીવવું ખરેખર બહુ ભારે કામ છે..ગઈ કાલે સફર દરમ્યાન કેટ્લાક હોર્ડિંસ વાંચવા મળ્યા..”મા બાપને દુઃખ આપનારો માણસ પશુ છે..! ” પણ હુ આ વાત સાથે સંમત નથી..મે ઘણા મા બાપોને જોયા છે,જેઓ માત્ર જવાબદારી પુરી કરી દેવાના બહાના હેઠળ પોતાના સંતાનોને બરબાદ કરતા હોય છે. “દિક્રરીને ના પરણાવીએ તો સમાજ શુ કહેશે.” મારા જીવનમા જોયેલી ઘટના જ કહું. કોલેજ ટોપ કરતી છોકરીને એની મા કે જે સરકારી નોકરી કરતી હતી તેને ઍટલા માટે પરણાવી દીધી કારણ કે છોકરીનો બાપ નહોતો..આજે એ છોકરીને જોઉ છુ ત્યારે અપાર વેદના અનુભવુ છુ.વિસ્મયતાથી ભરેલી આંખો સાવ ઉંડી ઉતરી ગઇ હતી..હંમેશા ઝરણા જેમ ઉછળતી તે હવે માત્ર એક શો – પીસ બની ને રહી ગઈ.છોકરો બી.કોમ. પાસ,૪૦૦૦ રુપિયાની નોકરી કરે અને છોકરી એને મદદ કરવા બીજી નોકરી કરે..

                     બીજા એક કિસ્સામા કાદવ વચ્ચે કમળ ખીલે તેમ છોકરી ભણે.ખુબ અરમાનો પોતાન ખભે ઉભા થવાના,પણ એને પણ પરણાવી દેવાઈ, તે પણ એક શરાબ પીતા નાના નોકરીયાત સાથે….”દિકરો ઘરે આવે ને માતા પિતા, “કેમ છે દિકરા?” એમ પુછવાને બદલે એમ પુછે કે શુ લાવ્યો..? તો કેવું લાગે..? ” અરે મા બાપ અહિ સુધી કહી દે કે,”તમને પેદા શુ કામ કર્યા કમાવા માટે જ ને…!” તો આવા મા બાપનુ શું કરવુ? આવા તો કેટકેટલા કિસ્સા જોયા છે..મા બાપને ભુલશો નહિ કહેનારાઓને એક વાર આવા દિકરા દિકરીઓની વેદના બતાવવા જેવી છે.મા બાપ હોવું એટલું જ પુરતું નથી પણ મા-બાપ બનવું વધારે અગત્યનું છે. પણ કોણ સમજાવે કે જુલ્મ કરતા મા-બાપના દિકરા દિકરીઓ પર શુ વીતે છે.?
અને આનો ઉપાય એ જ છે કે,

 “જેવા સાથે તેવા” ભલે ગામ આખુ જે કહેવાનુ હોય તે કહે..!

કેમ ખરુ કહ્યુને ?

આવા જ એક કિસ્સાનો એક ભાગ અને એક સાક્ષી..-મીત

પ્રેમ ઍટલે કે ?

ઓગસ્ટ 12, 2009

પ્રેમ પ્રેમ પ્રેમ…! જ્યાં જાવ ત્યા આ શબ્દ પર ભાષણ આપનારા મળી જતા હોય છે.પણ પ્રેમને લગતો એક સવાલ મે મારા મિત્રોને મોકલ્યો અને જવાબ વિધવિધ રંગી આવ્યા..ચાલો તમે પણ માણો..અને હા કંઈક ઉમેરવુ હોય તો મારા સ્ક્રેપ બુકમા લખી નાખો……………

1.હું તો પ્રેમને લાગણીનો ભંડાર સમજુ છું.જેમાં અપેક્ષા ન હોય પણ અપેક્ષા તો રખાય જ જાય છે એ માનવ મનની મજબૂરી છે. જેમાં ફક્ત આપવાની જ ઈચ્છા થાય લેવાનો વિચાર સુધ્ધા ન આવે જેને હેત કહી શકાય મારે મતે. કારણ જ્યારે વીંછણ પોતાના બચ્ચાને પેટમાં રાખે ત્યારે તેને ફોલી ખાય છ્તાં હરફ સુધ્ધાં ન ઉચ્ચારે અને જીવન ન્યોચ્છાવર કરે એમાં પ્રેમ સમાયેલો હોય આતો કોઈક દેખાવડીના દર્શન માત્રથી આકર્ષાય અને હું તને પ્રેમ કરું છું તેમાં અસમાન ધ્રુવનું આકર્ષણ જ હોય એ સ્વભાવિક છે.પ્રેમ એટ્લે તમે અમને જેમ સ્ક્રેપ મોક્લો , ક્યાં અપેક્ષા હોય છે એમાં ? બસ બાકી બધું તો મારા મતે સ્વાર્થ અને આકર્ષણ માત્ર જ છે જવાબ યોગ્ય હોય કે ના પણ હોય આ તો મારો મત છે એને માન્ય જ રાખવું એવું જરૂરી નથી કારણ એ મારી માન્યતા,સર્વ સામાન્ય ન પણ હોય !! -હિતેન્દ્ર પરમાર

2.prem atle ek evo ahesaas je darek vyakti paase thi alag alag male che…jem k…Maa no prem huf aape….Baap no prem vishwaas aape..Bhai Bahen no prem Laagni vadhare…Girl friend no…… prem hoy che kharo??????prem atle ek evu pakshi j tamara haath ma kadi nahi aave…. dur thi tamne sundar dekhay pan paase thi joya a tamne heran pareshan kari muke….. aana thi vishesh to su kahu mitra…… -Sangeet

3.love is to share feelings with each other ………..l:lotso:ofv:variation ine:either in love or in hatelove gves not but the mutul understand how to share feeling wid each other ………….some time betrayal also………….

-Rakesh

 4. મારા મતે પ્રેમ એટલે……આ પ્રશ્નનો ઉત્તર આપવા ઘણો પ્રયત્ન કર્યો………પણ જવાબ ટાઇપ કરુ અને વળી પાછો ભુસી કાઢુ કેમ કે શું લખવુ તે ના સમજાયું……કદાચ આ અસમજ ને પ્રેમ કહેવાતો હશે કેમ??હા આવુ જ હશે કેમ કે તમને જવાબ આપવામાં મારે ખુદને પ્રશ્ન પુછાય ગયો…. -Pradip Savaliya

5. bhai tame to bahu aghro sawal puchi nakhyo…jeno jawab aapvo mushkil che……. aena jawab ni apexa tamara pase thi j rakhu chu……….. -Yogi

6. J koi pan hoi pa6i te Ma-Bap hoi Ben-Bhai hoi k pa6i Patni-Priyatama k Dikara-Dikari hoi jena mate Apana Dil ma tena mate kai pan Kari 6utvani taiyari hoi tana mate kai pan Tyag karvanu mann thai k pa6i tene mate Sampurn Samarit thai javani Bhavana hoi to te tena Pratia no “PREM” 6 ha tema Bhagavan pan aavi jaai jena Udaharn tarike Radhakrishna ane Meera ne pan lai sakai 6 Ej PREM 6 Ej PREM 6… -Kiranbhai

7.મારા મતે…પ્રેમ એટલે કોઇ છોકરા છોકરી નો પ્રેમ જ નહી…પ્રેમ તો કોઈ પણ નીર્જીવ વસ્તુ સાથે પણ થઈ શકે..કોઈ ને પ્રાણીપક્ષી સાથે …તો કોઇ ને જેનુ અસ્તિત્વ નથી એની સાથે પણ થઈ શકે..પ્રેમ માત્ર કલ્પના પણ હોય શકે….પ્રેમ મા માયા,ઈર્ષા ,મોહ ને જગ્યા નથી હોતી..જેતે વસ્તુ કે જીવ મા મોહ હોય તેને પ્રેમ ના કેહવાય ….એનુ મોહ મા જ અલ્પવીરામ મુકાય જાય છે… -RAJANI TANK

8.hmmmm prem etle prem ani vyakhya nai apaay….!haaaaa prem ne biju to niswarth bhavna,tem j sampurna sampan ni bhavna, bhakti kahi shakay!tame ek nana balak joi ne k koi pakshi k koi prani ne joi ne marmik lagni anubhavo ,ne ene pase leta j jo mandir ma hovano anubhav thai te prem……! -Nutan Surati

9.tame prem karya vina kashu na kahi shako.. ane hu haju to prem mapadi nathi to .. I don;t know what is love? -Urvashi

10.are meet bahi aa saval no jawab aapva mate em to kai vicharvu nai pade pan vicharva valao e to aakhe aakho gazal sangrah lakhi nakhyo che…prem etle shu???aam jova jai e to prem e 2 j words no sabd ch pan koi vyakhya ma bandhay evo sabd nathi..prem etle shu e janva mate fakt jaat anubhav ni jarur che….prem etle…..bas badhe tamari premika ne ena vicharo….darek chokari ma potani premika na darshan etle prem….bas haju lakhva jaish to nibandh thai jashe…in sohort prem etle….vina sabiti e swikarelo purva dharna!!!!! -Maulik Desai

11. શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે. હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ, પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે. બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની, એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે. ‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ, શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે. બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની, શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે. શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે, આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે. રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે, ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે. – વિવેક

12. PREM ETLE APNA MANAS( HUMAN) HOVA NU PRAMAN PATRA. -RUPANG KHANSAHEB

13. પ્રેમ એટલે કે એક છોકરીનાં ગાલ પર ફૂટેલી લાલી ને છોકરાંએ સિટીનો હિંચકો બનાવીને છોંકરીને ઝૂલવાનું આપેલું ખુલ્લે ખુલ્લું આમંત્રણ. !! -Vrushti Shah.

 14.Prem etle k sav khuli aankho thi thato malvano vaydo…Kharekhar prem ni defination bav aghari che ene shabdo ma na varnavi shakay e to ek ehshas che j matr mehsus kari shakay.. -Vishva 15. prem etle JIVavu -Mehul Surati

છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને….પછી!

ઓગસ્ટ 12, 2009

ને પછી ધોધમાર રીતે વરસી પડ્યો છોકરા પર..!
વરસાદ ભરપુર રીતે આવ્યો અને માનો આખા શરીરમાં વીજળી ત્રાટકી..
અને યાદ આવ્યુ મુકેશ જોષીનુંઆ ગીત.વરસાદની મૌસમ મને ખાસ ગમે છે..કારણ માત્ર એટલું જ નથી કે હું યુવાન છું.પણ કારણ એ પણ છે કે જેને પરસેવો થાય તેને પણ વરસાદ ખુબ ગમતો હોય છે.પરસેવે રેબઝેબ હોવ અને વરસાદ અચાનક તુટી પડે ત્યારે થાય કે જાણે એકલતાથી પીડાતા માણસને કોઇએ બાથમાં ભરી લીધાનો અહેસાસ થાય..
આથી વરસાદ ગમે છે..કમ સે કમ એ તો હુ જેવો છું તેવો જ સ્વીકારીને મને અપનાવે છે.પહેલા એક મુકતક વંચાવું,

” છોકરી એ કહ્યુ.. ઇન્દ્રધનુષ…
ને છોકરો લઇ આવ્યો.. પ્રિઝમ નો કાંચ..
એય શું કરે બિચારો..
કયાંય ના મળ્યું વેચાતું આકાશ.. !!”

“છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી.
કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી..”

“છોકરાએ મનમા સગાઈ કરી
છોકરીને ભેંટમાં દીધેલુ ઝાપટું
ખિસ્સામાં માંય નહિ, છાતીમા
મુકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાનાં હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી…..”

“છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી.”

-મુકેશ જોષી.

આ તો નહી ચાલે…!

ઓગસ્ટ 12, 2009

આ તો નહી ચાલે…! જરા પણ નહી ચાલે..! આવુ તો કંઈ ચાલતુ હશે ? હાશ તો.કેટકેટલા કાલાવાલા કરીએ ને ત્યારે એ આવે છે અને એ આવ્યો પણ હતો ઉમળકા સાથે અને બધાએ પાછો મોક્લી દીધો..!હવે મન નથી લાગતું એના વિના અને હવે કેમ કેમ ચાલશે તમે જ કહો..? એક વાત તો ખરી તમારા જેવુ ડબલ ઢોલ કોઇ નહી…! કાન આમળો તો આ સાચા અને ક્યાંક ભેરવાવ તો તે સાચુ..! શુ કરું..મારી સમસ્યાનો ઉકેલ છે..કેવી રીતે એને પાછો લાવું…?છે કોઇ ઉપાય.?વરસાદને બોલાવવા માટે આટઆટલી રાડારાડ કરી છે…!હા..!ઘણા દિવસ થયા એને મળ્યાને..અને બધાએ ફરીયાદ કરી કરીને એને ભગાડી મુક્યો..બિચારા મોર હવે ગુંગળાય મરશે..! અને હજી સાવ નાના નાના એવા ઝાકળના મિત્ર તૃણ પણ હવે તો ગાયબ થવા માંડશે..કારણકે સુરજ અને માનવીના હૈયાની વરાળ એને ખતમ કરી દેશે..

સાચુ લખ્યુ છે..ભગવતીકાકાએ..!

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,.
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો.
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકાની આ વાત કબુલ પણ મને આદિલ સાહેબ આ રચના વડે પજવે છે તેનુ શું?
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં

વિચારો વરસાદમા અને પછી વરસાદ વિના કેવુ કેવુ થાય..?
તમે પલળી ન જાવ તેના માટે જે ભીંજાતા હોય તેને સજા આપવાની?
તમે સાવ સુક્કા બરછટ હોવ તો જે સુંવાળા હોય તેને સાવ ઘસીને ખરબચડા બનાવી દેવાના?
જાતે વરસવું નથીને જે વરસે તેને આવવા દેવું નથી..કેમ?
દુઆ કરો કે વરસાદ વહેલો આવે નહિતર ઘણા ચાતકો,ઘણા મોરલા,ઘણા મીત પરવારી જશે..ધરતીનો વિરહ તમને શાંતિથી જીવવા નહિ દે…દુઆ કરો..!

કોણ હલાવે લીંબડી ને…!

ઓગસ્ટ 8, 2009

ભાઈ બહેનનો હેત ભર્યો તહેવાર ઍટલે રક્ષાબંધન..બાપ જો વડ હોય તો દિકરો તેની વડવાઈ અને દિકરી બાપ જેવા વડની છાયામાં રમતા રમતા મોટી થાય અને એ જ દીકરી મોટાભાઈ નામની વડવાઈ પર ઝુલી ઝુલીને મધમીઠા ગીતો ગાતાં શીખતી જાય. ..ટૂંકમા મોટો ભાઈ બાપથી સવાયો થઈ બહેનરુપી દિકરીને સાચવતો હોય છે..અને ભાઈ બેની જોડે રહીને આવા ગીતો ગાતો હોય છે..

હું રે બનુ બેન ! વાડીનો મોરલો

આંબાની કોયલ તુ થા રે,

તું મારી બેન ને હું તારો ભાઈ..!

હું રે બનુ બેન રુડો ડોલરિયો,

મીઠી ચમેલડી તુ થા રે,

તું મારી બેન ને હું તારો ભાઈ..!

નાનપણમાં તો ભાઈ બહેન ખુબ હોંશે હોંશે લડે,

“તુ જુઠ્ઠી, તુ જુઠ્ઠો.

તું લુચ્ચી, તું લુચ્ચો.”

“મમ્મી….જો ને ભઈ મને પજવે છે…”

આ વાક્ય લખતા બહેનની મીઠી ફરીયાદ ફરી યાદ આવી ગઈ.. અને આંખે………! નાનપણમાં એક વાર્તા ભણ્યા હતાં ‘પેટમાં બોરડી’ જેમાં ભાઈ બહેનને કહે છે કે તુ બોરનો ઠળીયો ગળી ગઈ એટલે હવે તારા પેટમાં બોરડી ઉગશે..અને બહેન ઘરમાં કયાંક છુપાય જાય છે ત્યારે ભાઈ પસ્તાય છે અને બહેનીને યાદ કરતા રડે છે.આવા તો કેટલાય કિસ્સા તમને યાદ કરાવવા છે..

આ રચના ભાઈ બહેનનાં હેતભર્યા બાળપણને સમર્પિત કરું છું.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,

હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,

લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,

બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..કોણ

હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …

ભઇલો ઝુલાવે ડાળખી….

ભાઈ-બહેનનો આ સંબંધ હંમેશા લાગણીમય રહે એવી શુભેચ્છા સહ…!

-મીત

Hello world!

ઓગસ્ટ 8, 2009

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!